શ્રીક્રિષ્ના ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ

શ્રીક્રિષ્ના ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ

સર્વલક્ષી સંશોધન કેન્દ્ર

માત્ર આહીરોના જ તીર્થધામ એવા ‘યદુતીર્થ’માં આહીરોના આરાધ્ય ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ વિશે સમગ્ર રીતે સંશોધન કરવા માટે શ્રીક્રિષ્ના ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટીટયુટની રચના કરવાનું મહત્ત્વાકાંક્ષી પ્રયોજન છે. શ્રીકૃષ્ણ અને શ્રીરાધાનાં શિલ્પો, ચિત્રો સાથેની આર્ટ ગેલેરી પણ એમાં સ્થાપવામાં આવશે. કૃષ્ણ પર લખાયેલ સાહિત્ય, વિવિધ વિષયના ગ્રંથો વગેરેનો સંગ્રહ કરવામાં આવશે અને વિદ્વાનો દ્વારા ખાસ સંશોધન કરાવવામાં આવશે. શ્રીકૃષ્ણનાં વિવિધ પાસાંઓ વિશે વારંવાર ચર્ચાસભા અને સેમિનારનું આયોજન કરવામાં આવશે.