રાધાકૃષ્ણ રથયાત્રા

રાધાકૃષ્ણ રથયાત્રા

એકતા-યાત્રા

સમગ્ર આહીર સમાજને એકસૂત્રે સાંકળવા માટે અને એકતા સિદ્ધ કરવા માટે આહીરોનાં તમામ મુખ્ય કેન્દ્ર પર રાધાકૃષ્ણની પ્રતિમા સાથેની રથયાત્રા લઇ જવામાં આવશે. તમામ કેન્દ્રો પર રાધાકૃષ્ણની પધરામણી કરવામાં આવશે, ગામેગામ આરતી કરવામાં આવશે. દરેક સ્થળ પરની માટી, પાણી અને એક એક ઈંટ એકત્ર કરવામાં આવશે અને તે બધાનો ઉપયોગ ‘યદુતીર્થ’ના નિર્માણમાં કરવામાં આવશે. એ રીતે સમગ્ર આહીર સમાજ એકસાથે સંકળાશે અને આહીરોના યાત્રાધામમાં સૌ પોતપોતાનું યોગદાન આપશે.