આહીરગ્રામ

આહીરગ્રામ

આહીર સંસ્કૃતિ સંગ્રહાલય

આ સંગ્રહાલયમાં તમામ પ્રદેશના આહીરોની સંસ્કૃતિને રજૂ કરતું એક આખું ગામ કાયમી માટે સ્થાપવામાં આવશે. એમાં આહીરોનાં પરંપરાગત ઘરો, ઘરવખરી, રાચરચીલું રચીને તેની સાથે જ પહેરવેશ, આભૂષણો, ભરતગૂંથણ, પશુઓના શણગાર, વાસણો, આલેખ-ચિત્ર, ખેતીનાં ઓજારો, શસ્ત્રો વગેરેને કલાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવશે. આહીરોની તમામ પ્રકારની સાંસ્કૃતિક સંપદાનો એમાં સમાવેશ કરવામાં આવશે.